અંતિમ પ્રયાણ સમયે મનુષ્યના મન સમક્ષ તેમણે કરેલાં કૃત્યોની હારમાળા ખડી થાય છે અને તેનો પ્રાણ વ્યાકુળ બની જાય છે કે હવે આ કુકર્મોનું ફળ ભોગવવું પડશે; પછી શરીર છૂટી જતાં નિમ્ન પ્રાણને યાતનાઓ સહેવી પડે છે. આથી જો મૃત્યુ પીછીની યાત્રા આનંદમય અને પ્રકાશમય બનાવવી હોય તો પૃથ્વી પરની જીવનયાત્રાને પણ આનંદમય અને પ્રકાશમય બનાવવી જોઈએ. આ જીવનયાત્રા કેવી બનાવવી તે મનુષ્યના હાથની વાત છે. જીવનયાત્રામાંથી કંડારાય છે જીવન પછીની યાત્રાનો માર્ગ. એથી જ કહેવાયું છે કે જેવું જીવન તેવું મૃત્યુ! - માતાજી/શ્રી અરવિંદ
મનનો તો મહોદધિ છે. બધી જ નદીઓ અને વિચાર તરંગો તેમાં ભળે છે. મહોદધિ તો ખારો છે; આપણી શંકા, નિરાશા, હતાશા અને ભ્રમિત ધારણાઓને તે પચાવી જાય છે; પણ તેમાંથી ઊઠે છે : અમી વર્ષાવતાં વાદળો! આ અમીવર્ષાનાં આપણે સૌ હકદાર છીએ, ભાગીદાર છીએ. મન સુમન બનાવવા માટે આ સહજ તકનિકી અનાયાસ આપણામાં ઊઠે તે રીતે આ લખાયું છે! લખનારી તો મારી અંદર રહેલ ચિત્ત્ધારા છે; જેને પરમાત્મા એ જ ઉજાગર કરી છે. મનને સુમન બનાવતું - સ્વ તાકાત ઊભું કરતું, પોતે પોતાની મેળે પોતાને દોરનાર બની શકે તેવું આ જીવંત પુસ્તક આપના કરકમલોમાં મૂકતાં હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.- પુષ્કરભાઈ ગોકાણી

Thank you for visiting our website. Would you like to provide feedback on how we could improve your experience?
This site does not use any third party cookies with one exception — it uses cookies from Google to deliver its services and to analyze traffic.Learn More.